Gujarat Assembly Election 2022 : વોટ આપવા લગ્નનો સમય બદલ્યો, સવારને બદલે સાંજે કરશે લગ્ન
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં મતદાનનો ઉત્સાહ છાપરે ચડીને પોંકારી રહ્યો છે. આજે ગુજરાતમાં પ્રથમ ચરણમાં મતદાન થઇ રહ્યું છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણીમાં મતદાનનો ઉત્સાહ છાપરે ચડીને પોંકારી રહ્યો છે. આજે ગુજરાતમાં પ્રથમ ચરણમાં મતદાન થઇ રહ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓથી લઇને સેલિબ્રિટી તેમજ સામાન્ય લોકો પણ મતદાનના પર્વમાં મતદાન કરીને લઈ રહ્યા છે. આ વચ્ચે તાપીના એક મતદાન મથક પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મતદાનને મહત્વ આપી મતદાન કરવા પહોંચ્યો વરરાજો
તાપીના એક મતદાન મથક પર એક વ્યક્તિ લગ્નની શેરવાની પહેરીને મતદાન કરવા પહોંચ્યો હતો. આવા અનેક દ્રશ્યો અગાઉ ચૂંટણી દરમિયાન જોવા મળ્યા છે, પરંતુ આ યુવક પોતાની જાન લઇને મતદાનને મહત્વ આપી મતદાન કરવા આવ્યો હતો.

સવારે થવાના હતા લગ્ન
પ્રફુલભાઈ મોરેના લગ્ન આજે સવારે થવાના હતા, પણ તેમને તાપીમાં મતદાન કરવા માટે લગ્નનો સમય બદલ્યો હતો. પ્રફુલભાઈ મોરે જણાવે કે, હું દરેકને મત આપવા વિનંતી કરું છું, તમારે તમારો કિંમતી મત વેડફવો ન જોઈએ. મારા લગ્ન સવારે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ મેં લગ્ન સાંજ સુધી પોસ્ટપોન્ડ કર્યાં હતા. મારે મારા લગ્ન માટે હવે મહારાષ્ટ્ર જવાનું છે.

પ્રફુલ્લના લગ્ન મહારાષ્ટ્રમાં થવાના છે
મતદાન માટે આટલી ઉત્સુકતા દર્શાવનારા વ્યક્તિનું નામ પ્રફુલ્લભાઈ મોરે છે. તેમના લગ્નનો સમય નક્કી હોવા છતાં તેઓ મતદાન કરવામતદાન મથક પર પહોંચ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, પ્રફુલ્લના લગ્ન મહારાષ્ટ્રમાં થવાના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
