ગુજરાતમાં સેનાની મદદથી બોરવેલમાંથી કાઢવામાં આવ્યુ 2 વર્ષનુ બાળક
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેતરમાં બે વર્ષનુ બાળક ઉંડા બોરવેલમાં પડી ગયુ હતુ તેને લગભગ 40 મિનિટ પછી બહાર કાઢવામાં આવ્યુ.
સુરેન્દ્રનગરઃ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેતરમાં બે વર્ષનુ બાળક ઉંડા બોરવેલમાં પડી ગયુ હતુ તેને લગભગ 40 મિનિટ પછી બહાર કાઢવામાં આવ્યુ. બાળકની હાલત હવે સ્થિર છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે શિવમ દુદાપુર ગામમાં એક મેદાનમાં રમી રહ્યો હતો. તેના માતા-પિતા તે ખેતરમાં કામ કરે છે.

ધ્રાંગધ્રા પ્રશાસનના અધિકારી એમપી પટેલે પત્રકારોને જણાવ્યુ હતુ કે બાળક બોરવેલમાં પડી ગયુ હતુ અને 20-25 ફૂટની ઉંડાઈએ ફસાઈ ગયુ હતુ. જિલ્લા વહીવટીતંત્રને જાણ થતા જ અમદાવાદમાં સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રે સેના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની પણ મદદ માંગી હતી.
અધિકારીએ જણાવ્યુ કે ત્યારબાદ સેના, પોલીસ, જિલ્લા વહીવટી કર્મચારીઓ અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેઓએ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી અને લગભગ 11.45 વાગ્યે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યુ. તેમણે જણાવ્યુ કે બાળકને પહેલા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારી સારવાર માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બાળકની હાલત હવે સ્થિર છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
