ગુજરાત સરકાર અરવલ્લીમાં ખનન માટે પરવાનગી નહીં આપે-અર્જુન મોઢવાડિયા
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જંગલ વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ પ્રદેશોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અરવલ્લી ક્ષેત્રમાં ભૂતકાળમાં ક્યારેય ખનનને મંજૂરી અપાઈ નથી, કે ભવિષ્યમાં પણ નહીં અપાય.

તેમણે જણાવ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાના વન વિસ્તારોમાં રાજ્ય સરકારે ખનન પ્રવૃત્તિઓ પર હંમેશા પ્રતિબંધ મૂક્યો છે. આ કડક નીતિ ભવિષ્યમાં પણ જાળવી રખાશે, જે પર્યાવરણીય સુરક્ષા પ્રત્યે સરકારની સ્થાયી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મોઢવાડિયાએ ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, ગુજરાત સરકાર અરવલ્લી ટેકરીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણ માળખાનો અમલ કરી રહી છે. આ વ્યાખ્યા હેઠળ, સ્થાનિક જમીન સ્તરથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ભૂમિ રચનાઓને પર્વત ગણવામાં આવશે. આવા પર્વતો વચ્ચેના 500 મીટર સુધીના વિસ્તારો પણ અરવલ્લી શ્રેણીમાં સમાવિષ્ટ થશે.
તેમણે વધુ સ્પષ્ટતા કરી કે રાજ્યભરમાં રક્ષિત વિસ્તારો, પર્યાવરણ સંવેદનશીલ ઝોન, અનામત જંગલો, જળપ્લાવિત વિસ્તારો અને CAMPA પ્લાન્ટેશન સાઇટ્સ સહિતના 'મુખ્ય અને અખંડ' ઝોનમાં ખનન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ અને પર્યાવરણ સુરક્ષાને સંતુલિત કરીને ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત અને હરિયાળું ગુજરાત સુનિશ્ચિત કરવાનો છે. અરવલ્લી શ્રેણીનું પર્યાવરણીય મહત્વ સમજાવતા, મંત્રીએ જણાવ્યું કે તે રણીકરણ સામે કુદરતી અવરોધ અને ભૂગર્ભજળ રિચાર્જમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
