ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસે હેલ્પલાઈન નંબર જારી કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાની રીતસરની જંગ છેડી છે. ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને નાર્કોટિક્સ કેસોને લગતી તપાસ માટે ગુજરાત પોલીસમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની રચના કરવામાં આવી છે.

આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે ANTF દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે નાગરિકો હવે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 પર પણ કોલ કરી શકાય છે.
ગુજરાત પોલીસ ખાતરી આપે છે કે આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે.
ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે, નાગરિકો સોશિયલ મીડિયાના ફેસબુક (antfgujarat), X (ટ્વિટર) (@antfgujarat) અને ઈન્સ્ટાગ્રામ (@antf_gujarat) પ્લેટફોર્મ પર ANTF ગુજરાતને ફોલો કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
