શહેરી વિકાસ માટે ૧૬ હજાર કરોડથી વધુના ૯૨૭ વિકાસ કાર્યો મંજૂર કરાયા
શહેરી વિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહુ મોટી રકમ ફાળવવામાં આવી છે.
અમૃત ૨.૦ (AMRUT 2.0) મિશન હેઠળ કુલ ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જે શહેરીજનોના જીવનધોરણમાં સુધારો લાવશે.

૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આ મેગા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
અટલ મિશન ફોર રેજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) ભારત સરકારની એક મુખ્ય યોજના છે, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં મૂળભૂત સેવાઓ જેવી કે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને ગ્રીન સ્પેસ (બાગ-બગીચા)ને મજબૂત બનાવવાનો છે.
અમૃત ૧.૦ ૨૫ જૂન ૨૦૧૫ના રોજ શરૂ થઈ. ગુજરાતના ૮ મહાનગરપાલિકા સહિત કુલ ૩૧ શહેરોનો સમાવેશ. અમૃત ૨.૦ ૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજથી અમલમાં છે અને આ યોજના હેઠળ હવે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આવરી લેવામાં આવી છે.
અમૃત ૨.૦ મિશન હેઠળ ગુજરાતના શહેરોમાં માળખાકીય સુવિધાઓ માટે કુલ ૧૬,૩૧૬ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ ફંડિંગમાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ (ULB)નો સહયોગ સામેલ છે.
જેમાં કેન્દ્ર સરકારનો ફાળો ૪,૫૦૪ કરોડ છે, જ્યારે રાજ્ય સરકારે ૫,૫૯૭ કરોડ ફાળવ્યા છે. બાકીની રકમ એટલે કે ૬,૨૧૫ કરોડ અર્બન લોકલ બોડી (ULB) દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સંયુક્ત પ્રયાસ ગુજરાતના શહેરી વિકાસને નવી ગતિ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
