ગુજરાતના રાજુલામાં ટ્રકે પુલ પરથી પલટી ખાતા 7 ના મોત, 24 ઘાયલ
ગુજરાતના અમરેલીના રાજુલામાં એક ટ્રક પલટી જતા સાત લોકોના મોત નીપજ્યા છે તેમજ 24 લોકો ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના શુક્રવારની રાતે બની.
ગુજરાતના અમરેલીના રાજુલામાં એક ટ્રક પલટી જતા સાત લોકોના મોત નીપજ્યા છે તેમજ 24 લોકો ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના શુક્રવારની રાતે બની. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના નિંગાળા ગામના પાટિયા પાસે એક પુલ પરથી ટ્રક પલટી જતા 7 લોકોના મોત નીપજ્યા છે. મહુવા તાલુકાનો આ પરિવાર ઉનાથી પાછો આવતો હતો ત્યારે આ દુર્ઘટના બની. દુર્ઘટનાના કારણે તેમજ નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકજામ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ નિંગાળાના સરપંચે પોલિસને જાણ કરતા રાજુલાની ખાનગી ફેક્ટરીઓના એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નાળમાંથી ક્રેન વડે મૃતકો તેમજ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલો તેમજ મૃતકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોમાંથી અમુકની સ્થિતિ ગંભીક જણાવવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એક ઘાયલે જણાવ્યુ કે સામેથી આવતી ટ્રકની લાઈટથી ડ્રાઈવરની આંખ અંજાઈ ગઈ હતી એટલા માટે કદાચ ડ્રાઈવર જોઈ શક્યો નહિ હોય અને અકસ્માત સર્જાઈ ગયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
