ગુજરાતની જમીન ફાળવણી અને ચકાસણી પધ્ધતિ પારદર્શી અને ઉપયોગી : કેગ

બંને પ્રધાનોએ જણાવ્યું છે કે કેગના વર્ષ 2011-12ના ગુજરાત ઓડિટના અહેવાલમાં ગુજરાતના ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને વિકાસની સિદ્ધિઓની પ્રસંશા કરવામાં આવી છે. પરંતુ માત્ર રાજ્ય સરકારને બદનામ કરવાના હેતુથી કેટલાક અન્વેષણના અર્થધટનના મુદ્દાઓને ખોટી રીતે રજૂ કરીને અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ભારતના કેગના વર્ષ 2011-12ના ગુજરાત ઓડિટના અહેવાલમાં રાજ્યની કેટલીક જમીન ફાળવણી બાબતની નીતિ અને પ્રક્રિયાઓ અંગે જે ઓડિટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા છે તેવા કેટલાક કિસ્સામાં કેગ દ્વારા હેતુ લક્ષી અન્વેષણ (ઓબ્જેક્ટિવ ઓડિટ)ને બદલે સબ્જેક્ટિવ ઓડિટ કરેલું છે એવું સ્પષ્ટ તારણ નીકળે છે.
હકીકતમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટેની જમીનની ફાળવણીની નીતિ અને પ્રક્રિયા પદ્ધતિ સંપૂર્ણ પારદર્શી રાખી છે. ઉદ્યોગોને જમીનની ફાળવણી તેના પરિપત્રોની સુસંગત રહીને જ કરવામાં આવી છે. ગુજરાતમાં આજે ઔદ્યોગિક વિકાસ માટે જમીનોની ફાળવણી સુવિચારિત પારદર્શિતાની નીતિ પ્રમાણે કરવામાં આવે છે. રાજ્ય સરકાર કેગના અહેવાલનું મૂલ્યાંકન નકારાત્મક નહીં પણ વ્યવસ્થા અને નીતિઓમાં ભાવિ ગુણાત્મક સુધારાની દ્રષ્ટિએ કરે છે.
ગુજરાત સરકારે મહેસૂલી ખાધને નાબૂદ કરી રૂપિયા 3215 કરોડની મહેસૂલી પુરાંત પ્રાપ્ત કરી છે. આ દ્વારા ઉત્તમ નાણાકીય શિસ્તનું વ્યવસ્થાપન પ્રદર્શિત કર્યું છે જેની કેગ દ્વારા નોંધ લેવામાં આવી છે. કેગના જ અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે સર્વાંગી વિકાસની વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાંચ વર્ષમાં ગુજરાતના વિકાસલક્ષી ખર્ચનું પ્રમાણ 65.90 ટકા હતું તે ગયા વર્ષે 69.92 ટકા થયું છે જે દેશમાં સૌથી વધારે છે. તેની પણ કેગ દ્વારા નોંધ લેવામાં આવી છે.
કેગના અહેવાલમાં અનેક હકારાત્મક નાણાકીય વ્યવસ્થાપનના મુદ્દાઓ અને સિદ્ધિઓની પ્રસંશા થયેલી છે, પરંતુ તેમાંથી માત્ર નકારાત્મક મુદ્દાઓ રજૂ કરીને રાજ્ય સરકાર વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે એમ મંત્રીઓએ જણાવ્યું હતું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
