ગુજરાતના રાજ્યપાલના હસ્તે 23 માર્ચે ડાંગ દરબાર 2013નું ઉદઘાટન

આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 23 માર્ચના રોજ સવારે 11 કલાકે રંગઉપવન, આહવા ખાતે આયોજીત સમારંભમાં મહામહિમ રાજ્યપાલ ર્ડા કમલાજીના હસ્તે ડાંગ દરબારનું ઉદ્ધાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાનપદે રાજ્યના વન અને પર્યાવરણ,આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહેશે.
જ્યારે અતિથિ વિશેષ પદે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને જીલ્લાના પ્રભારી સચિવ ર્ડા એસ કેનંદા,વલસાડ ડાંગ વિભાગના સાંસદ કિશનભાઇ પટેલ,ધારાસભ્યશ્રી મંગળભાઈ ગાવિત અને જીલ્લા પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરી ઉપસ્થિત રહેશે.
ડાંગ દરબારના નિયત થયેલા કાર્યક્રમ પ્રમાણે 23 માર્ચના રોજ કલેકટર કચેરી આહવાથી સવારે 10 કલાકે ડાંગી રાજવીઓની શોભાયાત્રા નિકળશે અને આહવાનગરના મુખ્ય માર્ગો પર ફરશે. રંગઉપવન આહવા ખાતે આયોજીત ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગી રાજવીઓનું સન્માન કરી ડાંગી રાજવીઓને પોલિટિકલ પેન્શનનું વિતરણ કરવામાં આવશે તેમજ ડાંગ વન વિભાગ દ્વારા ઈનામનું વિતરણ કરાશે સમૂહ ભોજન યોજાશે.
ડાંગ દરબારના પ્રથમ દિવસ સાંજે 7.30 કલાકે વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બીજા દિવસે એટલે કે 24 માર્ચના રોજ સાંજે 7.30 કલાકે ડાંગી સંસ્કૃતિના મનોરંજન માધ્યમ એવા "તમાશા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાંગ દરબાર નિમિત્તે આયોજન સમારંભોમાં જાહેર જનતાને ઉપસ્થિત રહી ઐતિહાસિક ડાંગ દરબારનો લ્હાવો માણી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
