GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર
Gujarat News: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે એક શાનદાર સુવિધાની જાહેરાત કરી છે. હવે ST બસના મુસાફરોએ હાઈવે પરની હોટલોના ભોજન પર નિર્ભર રહેવું નહીં પડે, કારણ કે નિગમ દ્વારા 'On Demand Packed Food' સેવા શરૂ કરવામાં આવી રહી છે.

મોબાઈલ એપથી સીટ પર મળશે ભોજન
નિગમની આ નવી યોજના મુજબ, મુસાફરો હવે રેલવેની જેમ બસમાં પણ મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશે.
- બુકિંગની રીત: મુસાફરો ટિકિટ બુક કરતી વખતે અથવા મુસાફરી દરમિયાન GSRTCની મોબાઈલ એપ કે ઓનલાઈન પોર્ટલ (OPRS) દ્વારા ભોજન બુક કરાવી શકશે.
- સમય મર્યાદા: ઓર્ડર આપવા માટે મુસાફરી શરૂ થવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા બુકિંગ કરાવવું ફરજિયાત રહેશે.
- ડિલિવરી: બસ સ્ટેશન પર ઊભા કરાયેલા ખાસ કાઉન્ટર્સ પરથી મુસાફરોને તાજું અને પેકેજ્ડ ફૂડ મળી રહેશે.
પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂઆત
GSRTC દ્વારા આ સુવિધા હાલમાં પ્રાયોગિક ધોરણે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય રૂટ અને મહત્વના બસ સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેને સમગ્ર ગુજરાતમાં અમલી બનાવવામાં આવશે. આ માટે નિગમ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુણવત્તા અને સુવિધાને પ્રાધાન્ય
ખાનગી ટ્રાવેલ્સ સાથેની સ્પર્ધામાં ટકી રહેવા અને સરકારી પરિવહનને વધુ આધુનિક બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
- હાઈજેનિક ફૂડ: અધિકારીઓના જણાવ્યા મુજબ, ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા (Hygiene) પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
- કોને થશે ફાયદો? ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકો સાથે પ્રવાસ કરતા પરિવારો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.
- નિગમનો હેતુ: મુસાફરોને બસ સ્ટેન્ડ કે હાઈવેની હોટલોમાં મળતા બિનઆરોગ્યપ્રદ ખોરાકથી બચાવવા અને મુસાફરીને વધુ આરામદાયક બનાવવી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
