GSRTC કંડકટર ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર, 571 જગ્યાઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
GSRTC Conductor Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા કંડક્ટર પદે ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઇવ અંતર્ગત જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GSRTCમાં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી જાહેર
Gujarat News: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર પદે ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઇવ અંતર્ગત જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે આ ભરતી થશે. રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે, જે 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ 1 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.
GSRTCમાં ભરતીની જાહેરાતથી દિવ્યાંગોમાં ખુશીની લહેર
ઉલ્લેખનીય છે કે આ જાહેરાત રાજ્યમાં દિવ્યાંગો માટે રોજગારના અવસરો વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મંત્રી સંઘવીના એકસ પર ટ્વિટ બાદ હવે દિવ્યાંગ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં 571 કંડકટર કક્ષા માટે રાજ્ય સરકાર ખાસ ભરતી કરશે. ઉમેદવારો GSRTCની અધિકૃત વેબસાઈટ અથવા નજીકના ડિપોમાંથી વધુ વિગતો મેળવી શકે છે.
ભરતીની મુખ્ય વિગતો
સંસ્થા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામ: કંડકટર
કુલ જગ્યાઓ: 571
પગાર: ₹26,000/- (ફિક્સ 5 વર્ષ)
અરજી પ્રક્રિયા: ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ: 16 સપ્ટેમ્બર 2025
અરજીની છેલ્લી તારીખ: 01 ઓક્ટોબર 2025 (રાત્રે 23:59 સુધી)
ફી ભરવાની છેલ્લી તારીખ : 03 ઓક્ટોબર 2025
પદ અને ખાલી જગ્યાઓ
કંડક્ટર તરીકે કુલ 571 જગ્યાઓ ભરાશે, જેમાં અલગ-અલગ કેટેગરી મુજબ જગ્યાઓ વહેંચાઈ છે:
લો વિઝન (LV) : 143 જગ્યાઓ
હિયરિંગ ઇમ્પેયર્ડ (HH) : 143 જગ્યાઓ
લોકોમોટર ડિસેબિલિટી (LC, AAV વગેરે) : 143 જગ્યાઓ
મલ્ટિપલ ડિસેબિલિટી (MI) : 142 જગ્યા
લાયકાત
ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે.
માન્ય કંડક્ટર લાયસન્સ તથા ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
વધુ વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચવી રહેશે.
વય મર્યાદા
ન્યૂનતમ વય : 18 વર્ષ
મહત્તમ વય : 33 વર્ષ
અરજી ફી
રૂ. 200/- પ્રક્રિયા ફી + રૂ. 36/- જી.એસ.ટી. = કુલ રૂ. 236/-
ફી 3 ઓક્ટોબર, 2025 સુધી ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
100 ગુણની OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા માટે સમય મર્યાદા 1 કલાક રહેશે અને માધ્યમ ગુજરાતી રાખવામાં આવ્યું છે.
લઘુત્તમ ગુણધોરણ નક્કી કરાયું નથી, એટલે સ્પર્ધાત્મક પરીક્ષા આધારે મેરિટ તૈયાર થશે.
જરૂરી દસ્તાવેજો
પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
આધાર કાર્ડ
જાતિનો પુરાવો (લાગુ પડે તો)
નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ (OBC માટે)
EWS સર્ટિફિકેટ (10% અનામત માટે)
કંડક્ટર લાયસન્સ
ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ
12મા ધોરણની માર્કશીટ
મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈડી
જો હાલ સરકારી નોકરીમાં હોય તો તે અંગેનો પુરાવો
ઓજસ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન નંબર (જો પહેલેથી રજીસ્ટ્રેશન કર્યું હોય તો)
અરજી કરવાની રીત
સૌપ્રથમ ઉમેદવારોએ www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈ "Online Application" મેનુ પસંદ કરવું.
વન ટાઈમ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું.
"Select Advertisement by Department" વિભાગમાં જઈ GSRTC કંડક્ટર ભરતીની જાહેરાત પસંદ કરી "Apply Online" ક્લિક કરવું.
વ્યક્તિગત, સરનામું અને શૈક્ષણિક વિગતો ભરવી.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
ફી ઓનલાઈન ચુકવી અરજી સબમિટ કરવી.
અંતે પ્રિન્ટ કાઢી ભવિષ્ય માટે સાચવી રાખવી.
વધુ માહિતી તથા સંપૂર્ણ નોટિફિકેશન માટે ઉમેદવારોએ GSRTCની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in અથવા ઓજસ પોર્ટલ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
