ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે દિવગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલી પઠઆવામાં આવી
મુખ્યમંત્રી અને ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત સભ્યોએ દિવંગત પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ ધારાસભ્યોને પાઠવી શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતાશ્રી ભૂપેન્દ્ર પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યઓ અને રાજ્યના પૂર્વ રાજ્યપાલના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, પૂર્વ રાજ્યમંત્રી સ્વ. રમણભાઇ ચૌધરી તેમજ પૂર્વ સભ્યો સ્વ. નારણભાઇ કાળીદાસ પટેલ, દાઉદભાઇ મિયાભાઇ પટેલ, સ્વ. મહિપતસિંહ ભાવુભા જાડેજા તથા સ્વ. હરેશકુમાર ઇન્દ્રપ્રસાદ ભટ્ટના અવસાન અંગે આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી.
તેમણે પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીજીએ ગુજરાતના વિકાસમાં આપેલા માર્ગદર્શન તેમજ દિવંગત પૂર્વ સભ્યોની જાગતિક લોકપ્રતિનિધિ તરીકેની સેવા પરાયણતાનું પૂણ્ય સ્મરણ કર્યુ હતું. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી તેમજ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યોએ આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ વિધાયકોના સમાજ દાયિત્વને બિરદાવ્યુ હતું. સમગ્ર સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
