ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાને પાઠવી અનોખી શુભેચ્છા
અમદાવાદ, 1 મે: આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. ઇન્દુચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત આંદોલનની ચળવળ વધુ સ્ક્રીય બની અને છેક 1960માં 1 મેના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું. આ 55મા ગુજરાતની સ્થાપના દિન નિમિત્તે રાજ્યમાં વિવિધ ઉજવણીઓ અને કાર્યક્રમો થઇ રહ્યા છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાને પણ આ અંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીનો શુભેચ્છા સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર અનોખી રીતે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને લખ્યું છે કે 'વ્હાલા મિત્રો, ગુજરાત સ્થાપના દિવસે મારી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. વૈવિધ્યતા અને નૈસર્ગિકતાની આપણી આ ભૂમિ ઉત્તરોત્તર પ્રગતિ પામે તેવી અભ્યર્થના. ગુજરાતની ધરામાં ચોક્કસ કાંઇક વિશિષ્ટતા રહેલી છે. લાગણીસભર સ્વભાવ અને સાહસવૃત્તિના ગુજરાતીઓએ રાજ્યની વિકાસગાથામાં આગવી ભૂમિકા ભજવી છે. ફરીથી ગુજરાત દિને આંત:કરણપૂર્વકની શુભેચ્છાઓ'
મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો શુભેચ્છા સંદેશ
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો. તેમજ આજે તેઓ તાપી ખાતે મહિલા સંમેલનમાં ગુજરાત દિવસની ઉજવણી કરી રહ્યા છે.
આવો એક નજર કરીએ ગુજરાત દિવસની ઉજવણી પર...
|
વડાપ્રધાન મોદીનો શુભેચ્છા સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર અનોખી રીતે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. મોદીએ સાબરમતી આશ્રમની તસવીર પર સંદેશ લખીને ફોટો પોસ્ટ કર્યો છે.
|
ગુજરાત ગૌરવ દિવસ'ની શુભકામનાઓ
ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ગુર્જર ભાઈબહેનોને રાજ્યના સ્થાપના દિન ‘ગુજરાત ગૌરવ દિવસ'ની શુભકામનાઓ પાઠવું છું. - આનંદીબેન પટેલ
|
ગુજરાત ગૌરવ દિવસ
આવો ગુજરાતને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે સહિયારા પુરુષાર્થનો સંકલ્પ કરીએ.
|
જય જય ગરવી ગુજરાત...
આનંદીબેન પટેલે કવિ નર્મદના આ જાણીતા કાવ્યજય જય ગરવી ગુજરાત...નું વીડિયો સોંગ પોસ્ટ કર્યું.
|
આજથી સફાઇ ઝૂંબેશ શરૂ
આજથી સફાઇ ઝૂંબેશ શરૂ, પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પ્રતિબંધ.
|
મહિલા સંમેલનમાં ગુજરાત દિવસની ઉજવણી
આનંદીબેન પટેલે તાપી ખાતે મહિલા સંમેલનમાં ગુજરાત દિવસની ઉજવણી કરી હતી.
|
સખીમંડળની મુલાકાત લેતા મુખ્યમંત્રી
આનંદીબેને ગુજરાત સ્થાપના દિવસે સખીમંડળની મુલાકાત લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
