કોરોનાને નીપટવા સરકાર સજ્જ, 33 જિલ્લામાં 2314 જગ્યાએ એક સાથે મોક ડ્રિલ યોજાઈ
કોરોનાને લઈને ભારના તમામ રાજ્યોમાં એલર્ટની સ્થિતી છે ત્યારે હવે ગુજરાતમાં તમામ જગ્યાઓએ એકસાથે મોકડ્રિલનું આયોજન કરાયુ હતું.
ગાંધીનગર : દુનિયામાં કોરોનાનો પ્રકોપ વધતા ભારતમાં પણ આગોતરૂ આયોજન કરાઈ રહ્યું છે. હવે ભારત સરકારે કોરોનાને નીપટવા તમામ રાજ્યોને એલર્ટ જારી કર્યુ છે ત્યારે ગુજરાત સરકાર પણ સજ્જ જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં કુલ 2314 સ્થાનો પર મોકડ્રિલનું સફળ આયોજન હાથ ધરાયું હતું.
આ મોકડ્રિલમાં રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિવિઝન હોસ્પિટલ, તાલુકા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, પીએચસી, સીએચસી અને વેલનેસ સેન્ટર ખાનગી હોસ્પિટલ, ખાનગી મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે 403 સીએચસી, સબ ડિવિઝન હોસ્પિટલ અને તાલુકા હોસ્પિટલ, 1584 પીએચસી અને હેલ્થ વેલનેસ સેન્ટર જ્યારે 240 જેટલી ખાનગી હોસ્પિટલો ડોડાઈ હતી.
તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં 237 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતા પીએસએ. પ્લાન્ટ કાર્યરત છે, જે હવામાંથી ઓક્સિનજન ખેંચીને સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યમાં 24 એલએમઓ. ઓક્સિજન ટેન્કની ક્ષમતા 164 મેટ્રીક ટન, જ્યારે 15 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતી 10 ઓક્સિજન ટેન્ક આમ કુલ 314 મેટ્રીક ટન ક્ષમતા ધરાવતી 34 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે.
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને ૧૫ થી ૧૬ હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
