જાણો તમારા ઉમેદવારને: રાજકોટ દક્ષિણથી ભાજપના ગોવિંદભાઈ પટેલ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ દક્ષિણની સીટ પરથી ભાજપના ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદભાઈ પટેલ વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ દક્ષિણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો ગોવિંદભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. ગોવિંદભાઈનો જન્મ 7 ઓગસ્ટ, 1949ના રોજ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં થયો હતો. ગોવિંદભાઈના પિતાનું નામ ઉકાભાઈ પટેલ છે. ગોવિંદભાઈ પટેલે 2007માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેઓ ગુજરાત સરકારમાં કૃષિમંત્રી પણ રહી ચુક્યા છે.

ગોવિંદભાઈ પટેલ હાલ અહીંના ધારાસભ્ય છે અને તેમણે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ડોંગા મીતુલ હિંમતભાઈને હરાવ્યા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર ગોવિંદભાઈએ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ કાંતાબેન છે તેમને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે. 2012માં તેમણે પોતાની સંપત્તિ 2.8 કરોડની આસપાસ જણાવી હતી, તો તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમના પર કોઈ પણ પ્રકારની ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
