ભુજ ખાતે કૃષિ ડેરી પ્રદર્શન-૨૦૨૩નું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજના મિરજાપર ખાતે ૧૩મા કૃષિ ડેરી પ્રદર્શન - ૨૦૨૩ને ખુલ્લુ મૂક્યું હતું. આ કૃષિ પ્રદર્શન ૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી યોજાશે. જેનું આયોજન સંયુક્ત રીતે નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને કચ્છમિત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

કૃષિ અને ડેરી પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોના જળ સંચય, ખેતીની સમૃદ્ધિ માટેના પ્રયાસો અનેરા છે. તેઓએ ખેતીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે સૌ ઉપસ્થિતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, કચ્છ પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રદેશ બની રહ્યો છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી વડાપ્રધાનએ કચ્છ નિર્માણનો જે સંકલ્પ લીધો હતો, તેના જ પરિણામે આજે કચ્છ વૈશ્વિક સ્તરે જાણીતું બન્યું છે. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'; આ માન્યતા આજે સાર્થક બની છે.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું કે, કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી દીધી છે. કચ્છની વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં અનાજ અને ફળોનું વાવેતર કરીને ખેડૂતોએ સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવ્યો છે. રાજ્યપાલશ્રીએ મંચ પરથી કૃષિક્ષેત્રે ઈતિહાસ બનાવવા બદલ કચ્છના ખેડૂતોને અભિનંદન પાઠવી કચ્છના ખેડૂતો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યપાલએ ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખેતીથી કેવી રીતે આપણી ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની રહી છે તેના વિશે તેઓએ વિગતવાર સમજણ આપી હતી. રાજ્યભરમાં વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને નિરોગી જીવન જીવે એ દિશામાં કામગીરી કરવા તેમણે સૂચન કર્યું હતું. ગૌમુત્ર-ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ વગેરે બાબતોને ઉદાહરણ સાથે રાજ્યપાલએ સમજાવી હતી. તેઓએ પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઉત્પાદન વધારી શકાય તેના વિશે સમજણ આપી હતી. દેશમાં આજે પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા ઉપર ભાર મૂકીને ગાય આધારિત ખેતી કરવા માટે રાજ્યપાલશ્રીએ સૌ ઉપસ્થિત ખેડૂતોને શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ કૃષિ પ્રદર્શનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મૂક્યું હતું. આજે ૧૩મા પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે જે આપણા સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. કચ્છના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે રાજ્યપાલ વારંવાર કચ્છની મુલાકાતે પધારે છે. નવીન ખેતીની પદ્ધતિઓ થકી કચ્છના ખેડૂતો આજે દુનિયાભરમાં જાણીતા બન્યા છે.
રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કચ્છમિત્રના તંત્રી દિપકભાઈ માંકડે કર્યું હતું. કાર્યક્રમના સ્થળે માનનીય રાજ્યપાલશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
