હિંમતનગર HUDA મુદ્દે લોકોની જીત, સરકાર નિર્ણય સ્થગિત કરવા મજબુર થઈ
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ના અમલીકરણના નિર્ણય સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હાલ પૂરતો HUDA નો નિર્ણય સ્થગિત કરી દીધો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે બેઠક યોજી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ગાંધીનગરમાં 11 ગામના આગેવાનો સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો, જેના માટે મુખ્યમંત્રીએ આગેવાનોની ચિંતાઓ સાંભળવા ખાસ સૂચના આપી હતી. આ મુદ્દે ચાર મંત્રીઓની કમિટીએ પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
HUDA ના વિરોધમાં 11 ગામના લોકો 108 દિવસથી લડત ચલાવી રહ્યા હતા અને હિંમતનગર સજ્જડ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનો મુખ્ય વાંધો ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જમીનની 40-50% કપાત, ખેતીની જમીનનું શહેરીકરણ અને વિકાસના નામે થતા અન્યાય સામે હતો.
ખેડૂતોનું કહેવું હતું કે તેમને વિકાસ જોઈએ પણ પોતાની જમીન અને આજીવિકા ગુમાવીને નહીં. HUDA સંકલન સમિતિએ આને ખેડૂતોની લડતની જીત ગણાવી છે. હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ભવ્ય આતશબાજી સાથે તેની ઉજવણી કરાઈ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
