સરકારી શાળાના બાળકોને ઐતિહાસિક અે સાસ્કૃતિક સ્થળોની મૂલાકાત કરાવામાં આવશે

બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમજ કેળાય તેમજ પુસ્તકની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે સ્થળ મુલાકાત દ્નારા શિક્ષણ મેળવીને વધુ સારી રીતે શીખી શકે તેમાટે રાજ્ય સરકા

બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમજ કેળાય તેમજ પુસ્તકની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે સ્થળ મુલાકાત દ્નારા શિક્ષણ મેળવીને વધુ સારી રીતે શીખી શકે તેમાટે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં આભ્યાસ કરતા બાળકોને ઐતિહાસિક અને સાસ્કૃતિક સ્થળની મુલાકાતે લઇ જવામાં આવશે.

JITU VAGAHANI
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે સાથે રાજ્યના કલા વારસાથી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ વારસાનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યભરની સરકારી શાળાઓમાં અપાતાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ સ્થળ એવા વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી બાળકોને આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X