કોર્ટમાં 100 ટકા કેસોના મેપિંગ માટે સરકાર એક્શનમાં, હવે એપ્લિકેશનથી કામ આસાન બનશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ઘણી મહત્વની ચર્ચા થઈ. આ વિશે વાત કરતા પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન અંતર્ગત કોર્ટ કેસોનું મેપીંગ વધુ સુદ્રઢ બનાવવા માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ સિસ્ટમ અંતર્ગત કોર્ટમાં કોઇ કેસ જે સમયે રજીસ્ટર થાય તે જ દિવસે સરકારના સંબંધિત વિભાગ તેમજ અધિકારીને જાણ થશે, જેથી અનુગામી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.

તેમણે આગળ જણાવ્યુ કે, આ સોફ્ટવેરમાં કોર્ટ કેસોનું 100 ટકા મેપિંગ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના દરેક વિભાગના કોર્ટ કેસોના ડેટાનું વિભાગ અને વિભાગના અંતર્ગત ખાતાના વડા તેમજ કચેરીઓનું ફરજીયાતપણે મેપીંગ કરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા સ્તર સુધીનું પણ ઓનલાઇન મેપીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્ય સરકાર તરફથી જે તે કેસોના રિસપોન્સ સમયસર આપી શકાશે અને કેસોના નિરાકરણ, રીયલ ટાઇમ સ્થિતિ જાણવામાં પણ સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લિટિગન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (iILMS) એ એક વ્યાપક સોફ્ટવેર સોલ્યુશન છે. જે સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ વગેરે જેવી સંસ્થાઓમાં મુકદ્દમા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને સંચાલિત કરવા માટે રચવામાં આવેલ છે. તે વિવિધ કાનૂની કેસોને ટ્રેક કરવા, ગોઠવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે કેન્દ્રિય પ્લેટફોર્મ સંબંધિત માહિતી પૂરી પાડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
