3G બર્ડ વોચર્સ કોન્ફરન્સ: 40 દેશોના 82 જેટલા પક્ષીપ્રેમીઓએ ભાગ લીધો

3G બર્ડ વોચર્સ કોન્ફરન્સ 2013ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ટુરિઝમના કમિશનર અને એમ.ડી. સંજય કોલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ આંતરરાષ્ટ્રીય બર્ડ વોચર્સ કોન્ફરન્સ ખીજડીયા જામનગર તથા અમદાવાદ ખાતે યોજાઇ હતી. નખત્રાણા તાલુકામાં પાછોતરા વરસાદને કારણે છારી ઢંઢ વિસ્તારના છારી સરોવરમાં પાણી આવતાં કચ્છમાં માઇગ્રેટ કરી આવતા દેશવિદેશના પક્ષીઓ માટે આ વિસ્તાર શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યો છે.
છારી ઢંઢ વિસ્તારમાં શિયાળા દરમિયાન દેશવિદેશના અંદાજિત 520 જેટલા વિવિધ પક્ષીઓ મહેમાન બન્યા છે. કોન્ફરન્સમાં ઇગ્લેંન્ડ, ફિલિપાઇન્સ, તાઇવાન અને મલેશીયા જેવા 40 દેશોના 82 અને ભારતના 200 જેટલા પક્ષી પ્રેમી અને પક્ષી વિદો જોડાયા છે. ગુજરાત દેશમાં ઇકો ટુરીઝમ ક્ષેત્રે સૌથી ઝડપી ઉભરી રહ્યું છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પ્રસંગે કોલે દેશ અને વિદેશના પક્ષી પ્રેમીઓને 2014ના બર્ડ વોચર્સ કોન્ફરન્સ માટે પણ આમંત્રણ આપ્યું હતું.
પક્ષી પ્રેમી શ્રી લવકુમાર ખાચરે જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ અને સમુદ્ર કિનારો વિદેશી પક્ષીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પક્ષીઓનું જતન કરવું આપણી સૌની ફરજ છે. 3G બર્ડ વોચર્સ કોન્ફરન્સમાં કચ્છના બન્નીના રણની પાસે આવેલો નવો આરક્ષિત છારી ઢંઢ વિસ્તાર દેશી અને વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થયો છે. વધુમાં બર્ડ વોચર્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામને પર્યાવરણ અને પક્ષીઓને નુકશાન ન પહોંચે તે પ્રમાણે મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સાયબેરીયન, બલુચિસ્તાન અને આફ્રિકા સહિત દેશોમાં પક્ષીઓ આ વિસ્તારમાં વિહાર કરવા આવ્યા છે. જેમાં પેલિકન, ફ્લેમિંગો, ગ્રેહોરોન, સ્પૂનખિલ, પેન્ટેઇડ સ્ટ્રોક, કોમનક્રેન અને કોમનક્રુટ સહિતના અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે. ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાતમાં બર્ડ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ ઘરેલું પક્ષીઓને કેવી રીતે રક્ષણ આપવું , ગુજરાતના વિવિધ પક્ષીઓ અને તેના ફોટોગ્રાફ તેમજ પોતાના ત્રણ દિવસના ખાસ અનુભવોનું વર્ણન જેવા વિવિધ મુદ્દાઓ ઉપર સત્રો યોજવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન દેશવિદેશના પક્ષી વિદોએ કાળાડુંગરની મુલાકાત લઇ વિવિધ પક્ષીઓ જોવાની મજા માણી હતી.તેમજ ત્રણ દિવસ દરમિયાન કચ્છી કલાકારો દ્વારા રાત્રે વિવિધ કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
