જાણો તમારા ઉમેદવારને: ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોંડલની સીટ પરથી ભાજપના ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ગીતાબા જાડેજા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગોંડલની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ગીતાબા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. તો ગીતાબા જાડેજા વિષે થોડુ જાણીએ. ગીતાબા જાડેજા 2012માં ગોંડલ સીટ પરથી વિજેતા થયેલ જયરાજભાઈ જાડેજાના પત્ની છે. જયરાજ ભાઈને ગુજરાત હાઇકોર્ટે 2004માં રાજકોટમાં થયેલ નીલેશ રાયાની હત્યામાં દોષી જાહેર કર્યા છે અને તેમને જન્મટીપની સજા આપવામાં આવી છે. આથી આ સીટ પરથી તેમની પત્નીને ઊભા રાખવામાં આવ્યા છે.

ગોંડલની સીટ ભાજપનો ગઢ ગણાય છે આ વખતની ચૂંટણીમાં એક પણ જુની સીટથી હાથ ધોવા ન પડે એ તકેદારી રાખીને ભાજપ ટિકિટો આપી રહી છે. ત્યારે ગોંડલમાં પણ તેમણે પૂર્વ ધારાસભ્યની પત્નીને ટિકિટ આપીને પોતાની પકડ વધુ મજબુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ કરવાથી ભાજપને અહીં બે રીતે લાભ થયો છે, એક તો મહિલા ઉમેદવારની પસંદગી અને એક જ પરિવારના સભ્યને ટિકિટ આપી હોવાથી તેમને જૂના મતદારોનો પણ ફાયદો મળશે. ગીતાબાને એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમની સંપત્તિ લગભગ 2 કરોડ જેટલી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
