વડોદરાની યુવતીએ મિસ ઇન્ટરનેશનલ અમેરિકાનો ખિતાબ જીત્યો, કહ્યું: 'હું ગુજરાતી છું એ જ મારો સુપર પાવર'

મૂળ વડોદરાની અને કેનેડામાં સ્થાયી થયેલી દેવાંશી વ્યાસ મહિલા સશક્તીકરણનાં હિમાયતી છે. સિયેટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023 પેજન્ટ યોજાઈ હતી, જેમાં ઉત્તર અમેરિકાની આસપાસના 65 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં દેવાંશી પણ એક કનેટસ્ટંટ હતી.

દેવાંસી પાસે મહિલાઓને તેમના અવાજનો ઉપયોગ કરવા અને સામાજિક દબાણ સામે પોતાના માટે ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરવા માટેનું વિઝન હતું. દેવાંશી માત્ર મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023નો ખિતાબ જીતવા માગતી નહોતી,પણ તે એક હેતુ સાથે જીતવા માગતી હતી. તેનો હેતુ વિશ્વને બતાવવાનો હતો કે કોઈપણ વ્યક્તિ જે પોતાના માટે આત્મવિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા ધરાવે છે તે વિજેતા તરીકે ઊભરી શકે છે.

Devanshi Vyas

દેવાંશીને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ 1997 ડાયના હેડન દ્વારા મિસ ઈન્ટરનેશનલ અમેરિકા પેટી 2023 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. દેવાંશી વ્યાસે જણાવ્યું હતું કે મારો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ હું માંડ એક વર્ષની હોઇશ અને મારા પરિવાર સાથે દુબઈ અને ત્યાર બાદ કેનેડા સ્થાયી થઈ હતી.

તેણે કહ્યું કે મારાં માતા અનિતા વ્યાસ ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર છે અને મારા પિતાનું 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હાલ હું કેનેડામાં વેનકુવેર (vancouver) ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પાઇલટ તરીકે ફરજ બજાવી રહી છું. મેં લો અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કરેલો છે અને ક્રિમિનોલોજી (criminology)માં માસ્ટર્સ કરવાની ઈચ્છા છે.

દેવાંશીએ જણાવ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તે એક છોકરી હોવાને કારણે કંઈક કરી શકશે નહીં અને વારંવાર કહેવામાં આવ્યું કે તે તેનાં સપનાંને પ્રાપ્ત કરી નહીં શકે. જોકે દેવાંશી ટાંકે કહે છે, "જો સ્ત્રી પોતાના માટે ઊભી નહીં થાય તો દુનિયા તેની જીતવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતી રહેશે. એકવાર સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે તો તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે અને દરેક સ્ત્રી માટે અવાજ બની જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X