જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કડકડાટ અંગ્રેજી સ્પિચનું રાજ!
અમદાવાદ, 11 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પોતાની ભાષણ શૈલિ માટે લોકોમાં ખૂબ જ જાણીતા છે. હિન્દી ભાષામાં બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તુલે કોઇના આવી શકે. તેઓ પોતાના મોટા મોટા વિરોધીઓને ભાષણોમાં જોરદાર પછડાટ આપે છે. પરંતુ અંગ્રેજી બોલતી વખતે વડાપ્રધાન થોડા અસહજ બની જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો ઉમદા ઉપયોગ કરતા સારી રીતે જાણે છે, જેનો ઉપયોગ તેઓ અંગ્રેજીમાં પોતાના ભાષણ દરમિયાન પણ કરે છે. વડાપ્રધાન સ્પીચ ટેલીપ્રોમ્પટરના માધ્યમથી કડકડાટ અંગ્રેજીમાં પોતાની વાત લોકોની વચ્ચે રાખે છે.

વડાપ્રધાન જે રીતે ટેકનોલોજીનો પ્રયોગ પોતાના પ્રચાર અભિયાનમાં કરે છે કંઇક એવી જ રીતે તેઓ અંગ્રેજીમાં ભાષણ આપવા દરમિયાન કરે છે. આપને યાદ હશે કે ગુજરાત ચૂંટણી દરમિયાન અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ 3ડી ટેકનોલોજી દ્વારા સભાઓ કરી હતી. કંઇક એવી જ રીતે મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર પણ અંગ્રેજી ભાષામાં સ્પિચ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
વડાપ્રધાન અંગ્રેજીમાં ભાષણ આપતી વખતે ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજીના માધ્યમથી વડાપ્રધાન અંગ્રેજીમાં પોતાના ભાષણને ધારદાર અને મજબૂત બનાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોદીએ લગભગ 40 મિનિટ સુધી અંગ્રેજીમાં પોતાનું ભાષણ કર્યું. સાજે જ આ ભાષણમાં તેમણે ઘણા પ્રમુખ મુદ્દાઓ પણ ઊઠાવ્યો.
કેવી રીતે કામ કરે છે આ ટેકનિક
વડાપ્રધાન જે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યાં એક સ્પીચ ટેલીપ્રોમ્પટર લગાવવામાં આવેલું છે. જે પારદર્શિ ગ્લાસનું બનેલું છે જે દૂરથી લોકોને નથી દેખાતું. આ ટીપી પર ભાષણના મુખ્ય અંશ અથવા આખું ભાષણ લખેલું હોય છે. જેને કોઇ પણ વ્યક્તિ સરળતાથી વાંચી શકે છે.
ઓબામા પણ કરે છે આ ટેકનિકનો ઉપયોગ
આ ટેકનિકનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે પ્રમુખ દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાન જે કંઇ પણ વાંચીને બોલવાના હોય છે તે ખૂબ જ મહત્વનું હોય છે. ઓબામાં પોતાના ભાષણના મુખ્ય અંશ ટીપી દ્વારા જ લોકોની વચ્ચે રજૂ કરે છે જેથી કોઇ ભૂલ થવાની સંભાવના ના રહે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
