Gandhinagar: જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા 2025નું આયોજન, 28 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Gandhinagar News: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ - રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

નવરાત્રિ રાસ-ગરબાનું આયોજન
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા, 2028-26 માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2025 રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14થી 35 વર્ષનાં બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો તથા ભાઈઓની વય મર્યાદા 14થી 40 વર્ષ સુધીની રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસની રજૂઆતનો સમય 06થી 10 મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસમાં ભાગ લેનાર વ્યક્તિઓની એક વૃંદમાં 12થી 16 સંખ્યા રાખી શકશે. સાથે ચાર વાદ્યકારો રાખી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ આધાર કાર્ડની નકલ સાથે 28 જુલાઈ 2025 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ, રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. તેમજ વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
