સુરતના કતારગામમાંથી નકલી ઠંડા પીણાનું કારખાનું ઝડપાયું
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ નકલી ઠંડા પીણાના કારખાના પર છાપો માર્યો હતો.
સુરત શહેરના કરતારગામ વિસ્તારમાં છેલ્લા કેટલાયે સમયથી ચાલતા ઠંડા પીણાના કારખાના પર સોમવારે સીઆઇડી ક્રાઈમે રેડ પાડી હતી. સીઆઇડી એ નકલી પેપ્સીકોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલ વેચવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને આ અંગેની ફરિયાદ મળી હતી, જેને આધારો સોમવારે સીઆઇડી ક્રાઇમની એક ટીમ દ્વારા નકલી ઠંડા પીણાના કારખાનામાં પર રેડ કરવામાં આવી હતી. તપાસ કરતાં બહાર આવ્યું હતું કે, તેઓ પેપ્સીકોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલમાં લોકલ પીણું નાખી વેચતા હતા.

મળતી માહિતી મુજબ, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વિજયનગર વિભાગ 2 માં છેલ્લા કેટલાયે સમયથી પેપ્સીકોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલમાં લોકલ પીણું નાંખી વેચવામાં આવતું હતું. આ અંગે પેપ્સી કંપની દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેને આધારે વિજયનગરમાં ચાલતા નકલી પીણાના કારખાનામાં રેડ પાડવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમની ટીમે રેડ કરી 28320 ભરેલી બોટલ, 13608 ખાલી બોટલ અને 9950 કેરેટ જપ્ત કર્યા છે. સાથે જ બોટલમાં પીણું ભરવા માટેનું એક મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. સીઆઇડીની ટીમે આ કારખાનાંના સંચાલકની અટકાયત કરી કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
