ગુજરાતઃ ગાંધીનગર કોરોનામુક્ત થયુ, અમદાવાદમાં દર 11 મિનિટે 1 નવો દર્દી

ગુજરાતની રાજધાની ગાંધીનગર હવે કોરોનામુક્ત શહેર(કોરોના ફ્રી સિટી) છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર હવે કોરોનામુક્ત શહેર(કોરોના ફ્રી સિટી) છે. આ શહેરમાં કોરોના વાયરસનો કોઈ દર્દી નથી. શહેરના પહેલા દર્દી ઉમંગ પટેલને હોસ્પિટલમાં 30 દિવસના ઈલાજ બાદ રજા આપી દેવામાં આવી છે. અહીં ઉમંગ પટેલ તેમજ તેમના પરિવારના 11 સભ્યો કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા. જેમાંથી મંગના દાદાનુ મોત થઈ ગયુ પરંતુ બાકીના સંબંધીઓ એક-એક કરીને રિકવર થઈ ગયા. સોમવારે ઉમંગને ડિસ્ચાર્જ કરવા સાથે જ ગાંધીનગર સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ ગયુ.

ગાંધીનગરમાં એક જ પરિવારના 11 લોકો સંક્રમિત હતા

ગાંધીનગરમાં એક જ પરિવારના 11 લોકો સંક્રમિત હતા

ઉમંગ ગાંધીનગરના સેક્ટર 29નો નિવાસી છે. તે અને તેની પત્ની 16 માર્ચે દૂબઈથી પાછા આવ્યા હતા. 19 માર્ચે ઉમંગના કોરોનાથી સંક્રમિત હોવાનુ માલુમ પડ્યુ. ત્યારબાદ તેના બધા પરિવારજનોની તપાસ કરવામાં આવી. ત્યારે તેની પત્ની, પુત્ર, ભાઈ, દાદા-દાદી, માતા-પિતા, ફોઈ-ફુઆ અને ફૂઆની માતા સહિત 11ના રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યા. આ બધાનો ઈલાજ અમદાવાદ-ગાંધીનગરની હોસ્પિટલોમાં ચાલી રહ્યો હતો.

બધાનો ઈલાજ, હવે કોરોનામુક્ત થઈ ગઈ રાજધાની

બધાનો ઈલાજ, હવે કોરોનામુક્ત થઈ ગઈ રાજધાની

હોસ્પિટલમાં ઉપચાર દરમિયન જ ઉમંગના દાદાનુ મોત થઈ ગયુ. તેમને બીજી પણ બિમારીઓ હતી અને તેઓ ઘણા વૃદ્ધ હતા. જો કે તેમના પછી પરિવારના બાકીના લોકો પણ એક-એક કરીને રિકવર થઈને ઘરે જતા રહ્યા. ઉમંગનો ઈલાજ લગભગ મહિના સુધી ચાલતો રહ્યો. કાલે સાંજે ઉમંગનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં આવેલા બધા દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ સાથે ગાંધીનગર કોરોનામુક્ત શહેર બની ગયુ છે.

અમદાવાદમાં હવે દર 11 મિનિટે એક નવો દર્દી

અમદાવાદમાં હવે દર 11 મિનિટે એક નવો દર્દી

વળી, અમદાવાદ શરૂઆતથી જ ગુજરાતમાં કોરોનાથી પ્રભાવિત શહેર બનેલુ છે. હવે તો આ શહેરમાં પ્રતિ 11 મિનિટ એક નવો પૉઝિટીવ કેસ સામે આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતિ રવિએ જણાવ્યુ કે ગુજરાતમાં કોવિડ-19ના 12 કલાકમાં 127 નવા કેસ સામે આવ્યા છે. એકલા અમદાવાદમાં આજે 50 નવા કેસ મળ્યા. અત્યાર સુધી અહીં કુલ 1298 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, સુરતમાં 69 વધુ દર્દી મળી આવ્યા છે.

ગુજરાતમાં અત્યારે કુલ પૉઝિટીવ કેસ 2066 થયા

ગુજરાતમાં અત્યારે કુલ પૉઝિટીવ કેસ 2066 થયા

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે 6 લોકોના મોત વિશે માલુમ પડ્યુ છે. અહીં અમદાવાદના દરિયાપુર, શાહીબાગ, બહેરામપુરા, રાયપુર, હાથીજણ, નારાયણપુરા, કાલુપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા વિસ્તારમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતના લાંબા હનુમાન રોડ, પાંડેસરા, ભટાર, લાલ ગેટ, ચોર્યાસીવગેરે વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલુ જ નહિ ગીર સોમનાથમાં સૂત્રાપાડાથી, રાજકોટમાં જંગલેશ્વરથી પણ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવસારી જિલ્લામાં પણ એક પૉઝિટીવ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં 338 કેસ સાથે બીજા નંબરે છે. વળી, વડોદરાં 188 કેસ અને રાજકોટમાં 40 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X