Gandhi Jayanti 2025: 'વોકલ ફોર લોકલ'ની મુહિમને વેગ આપવા CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી
Gandhi Jayanti 2025: CM ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને PM નરેન્દ્ર મોદી પ્રેરિત ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થયા હતા. સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને તેમણે 'વોકલ ફોર લોકલ' (Vocal for Local) અને 'આત્મનિર્ભર ભારત' (Atmanirbhar Bharat) ના ધ્યેય ને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી ખાદીની ખરીદી કરી હતી. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2025થી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે.
30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય
PMએ 'ખાદી ફોર ફેશન - ખાદી ફોર નેશન'(Khadi for Fashion, Khadi for Nation) ના ધ્યેય સાથે આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે વધુને વધુ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગના આપેલા વિચારને ખાદીમાં વળતરના આ નિર્ણયથી વેગ મળશે. ગાંધી જયંતી નિમિત્તે 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન સાથે સંકળાયેલી સંસ્થાઓ, મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતા આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થશે.
'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' માટે PM નરેન્દ્ર મોદીએ આપેલા આહવાનને ઝીલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે.
ખાદીના વેચાણને પ્રોત્સાહન અપાશે
રાજ્યમાં ખાદી(Khadi)ના વેચાણ અને પ્રોત્સાહન આપવા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળોએ પ્રદર્શન સહ વેચાણ મેળા ખાદી બોર્ડ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષે ગાંધી જયંતી અવસરે 5 ઓક્ટોબર 2025થી 14 ઓક્ટોબર 2025 દરમિયાન ભરૂચ, 5 નવેમ્બર 2025થી 14 નવેમ્બર 2025 દરમિયાન ચીખલી અને 16 નવેમ્બર 2025થી 25 નવેમ્બર 2025 દરમિયાન વાપી ખાતે પ્રદર્શન સહિત વેચાણમેળાનું આયોજન કરવામાં આવશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
