વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે
રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દેશની વિદેશનીતિને નવી ઉંચાઇએ લઇ જનારા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર તારીખ 29 જાન્યુઆરી, સોમવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર જનસુખાકારીના વિવિધ કામોના લોકાર્પણ કરવાની સાથે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે. તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે એકતાનગર ખાતે આઇએચસીએલ સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે.

આઇએચસીએલ સ્કીલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે. ત્યાર બાદ તેઓ બપોરે અઢી કલાકે ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેશે. તત્પશ્ચાત 3.45 કલાકે રાજપીપળા સ્થિત ચિલ્ડ્રન હોમની મુલાકાત લઇ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરશે. 4.30 કલાકે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આ કાર્યક્રમ બાદ 5.15 કલાકે લાછરસ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
