વરસાદના કારણે ગુજરાતના ઘણા જીલ્લાઓમાં પુરની સ્થિતિ, 9 લોકોના મોત
બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસુ શરૂ થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. અવિરત વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જૂનાગઢ શહેરમાં વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા જોવા મળી રહ્યાં છે. દામોદર કુંડમાં પણ પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આલમ એ છે કે કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 398 મીમી વરસાદ નોંધાયો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નગરો અને ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
SEOC દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી પૂરા થયેલા 30 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં SEOC ખાતે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને તેમને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા સહિત બચાવ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને રવિવારથી સ્થિતિ સામાન્ય થવા લાગશે. જો કે, વિભાગે રવિવાર સવાર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
#WATCH | Gujarat: Vanthali Ozat Viar Dam in Junagarh overflows due to heavy rainfall in the region. pic.twitter.com/KftxEcM07R
— ANI (@ANI) July 1, 2023
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
