વડોદરામાં એક્વા કલ્ચરને પ્રોત્સાહન આપવા મત્સ્ય ખેડૂત દિવસ મનાવાયો!

વડોદરામાં 10 જુલાઇએ મત્સ્ય ખેડૂત દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મત્સ્ય પાલન વ્યવસાયિકો, યુવા સાહસિકો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ સાથે મળીને મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી હતી.

વડોદરામાં 10 જુલાઇએ મત્સ્ય ખેડૂત દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મત્સ્ય પાલન વ્યવસાયિકો, યુવા સાહસિકો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ સાથે મળીને મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી હતી.આ દરમિયાન જળજીવ ઉછેર એટલે કે એક્વા કલ્ચરની તાલીમ અને જાણકારી આપવામાં આવી હતી. આ વર્ષે જળ જીવ ઉછેરના ક્ષેત્રમાં ઉદભવી રહેલી નવી પ્રણાલીઓ અને પરંપરાઓના વિષયને અનુરૂપ આ ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ મી જુલાઈની દર વર્ષે મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરીને સમુદ્રી અને જમીન પર તળાવ અને અન્ય જળસ્ત્રોત આધારિત મત્સ્ય અને જળજીવ ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવે છે.

Vadodara

આ કાર્યક્રમમાં જમીન પરના જળ સ્ત્રોતો આધારિત મત્સ્યોદ્યોગ ના વિકાસની સંભાવનાઓ ની આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. દેશના મત્સ્યોદ્યોગની પરંપરાગત માંથી અદ્યતન ઉદ્યોગમાં પરિવર્તન ના પ્રવાહો અંગે સંવાદ કરવામાં આવ્યો હતો.

શિબિરમાં પ્રગતિશીલ અને વ્યવસાયને વધુ વિકસાવવાની ખેવના ધરાવતા મત્સ્ય ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છેકે, ડો.હીરાલાલ ચૌધરી અને ડો.અલીકુંહી જેમણે ૧૯૫૭માં ભારતમાં પહેલીવાર પ્રમુખ મત્સ્ય પ્રજાતીઓનું પ્રજનન કરાવીને અદ્યતન અને પદ્ધતિસરના મત્સ્ય પાલનનું ઘડતર કર્યું, એમની સફળતાની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X