અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે કેન્યાની મહિલા ઝડપાઈ
અમદાવાદના નરોડા વિસ્તારમાં નકલી પાસપોર્ટ અને ખોટા દસ્તાવેજોના આધારે રહેતી એક કેન્યાની મહિલાને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલા પોતાની ઓળખ છુપાવીને શહેરની વિવિધ હોટલોમાં રોકાતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એફઆરઆરઓ (FRRO) દ્વારા મળેલી બાતમીના આધારે નરોડા પોલીસે નાના ચિલોડા પાસેની હોટલ નોવા બ્લુમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મહિલાએ પોતાની ઓળખ તાન્ઝાનિયાની નાગરિક તરીકે આપી હતી, પરંતુ તેના પાસપોર્ટમાં ફોટો મેચ થતો નહોતો.
પોલીસની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે પકડાયેલ મહિલાનું અસલી નામ આર્ચિંગ રેબેકા અવુર છે અને તે કેન્યાની વતની છે. તે વર્ષ ૨૦૨૨માં એક મહિનાના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી હતી, જેની મુદત તે જ વર્ષે પૂરી થઈ ગઈ હતી.
વિઝાની મુદત પૂરી થયા બાદ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા માટે તેણે હરિયાણામાં રહેતી તેની એક ફ્રેન્ડની મદદ લીધી હતી. તેની મિત્ર સલીમ સુમૈયાના પાસપોર્ટમાં છેડછાડ કરીને તેણે નકલી તાન્ઝાનિયન પાસપોર્ટ તૈયાર કરાવ્યો હોવાનું ખુલ્યું છે.
નરોડા પોલીસે આ મામલે કેન્યાની મહિલા અને તેને મદદ કરનાર તેની મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ રોકાઈ હતી તે અંગે પોલીસ અત્યારે ઊંડી તપાસ ચલાવી રહી છે.
વિદેશી નાગરિકો દ્વારા નકલી દસ્તાવેજોના આધારે થતા ઘૂસણખોરીના કેસ વધતા હવે પોલીસ હોટલોમાં રોકાતા વિદેશી મહેમાનોના ડેટાનું સઘન વેરિફિકેશન કરી રહી છે. આ ઘટનાને પગલે શહેરની અન્ય હોટલોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
