નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપોલો હોસ્પિટલ ગાંધીનગર ખાતે આયોજિત ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં મેડીકલ ક્ષેત્રે દેશના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહેલા તબીબી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા યોજવામાં આવ્યો હતો.

અહીં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતમાં ગત ૯ વર્ષમાં દરેક ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસની કાર્યપ્રણાલી વિકસિત થઇ છે અને પરિણામે આજે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે દેશમાં અનેક સકારાત્મક બદલાવો આવ્યા છે.
શિક્ષણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે દેશભરમાં 225 મેડિકલ કોલેજો તથા ૭૦,૦૦૦ મેડિકલ સીટનો વધારો હોય સરકારે દરેક ક્ષેત્ર માટે પ્રો-પીપલ ગવર્નન્સ સાથે સાથે પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસ પર વધારે ભાર આપ્યો છે.
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન અને હેલ્થકેર ક્ષેત્રે પ્રો-એક્ટિવ પ્રેક્ટિસિસને પ્રોત્સાહન આપશે. આ પ્રકારના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વ્યાવસાયિક વિકાસની સાથો-સાથ વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આજના ટેકનોલોજીકલ રિવોલ્યુશનના યુગમાં મેડિકલ ક્ષેત્ર પણ દિન-પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે. આવા સમયે આ પ્રકારના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ મેડિકલ ક્ષેત્રે હોલિસ્ટિક એપ્રોચને પ્રોત્સાહન આપવાનું કામ કરશે, તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, આજે દેશના ખૂણે-ખૂણે સામાન્ય જનતા માટે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થઇ રહી છે. આયુષમાન ભારત યોજના થકી દેશના કરોડો ગ઼રીબ પરિવારોને આરોગ્ય કવચ પણ પૂરું પડ્યું છે. એટલું જ નહિ, આયુષમાન ભારત અકાઉન્ટ્સ દ્વારા ડિજિટલ હેલ્થ રેકૉર્ડની પણ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આજે રાજ્યની મલ્ટીસ્પેશિયલટી હૉસ્પિટલો દૂર-દરાજના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અદ્યતન આરોગ્ય ઉપચાર સુવિધાઓ પૂરી પાડી રહી છે. કિડની રોગ સંબંધિત ડાયલિસિસ માટે ગુજરાતના દરેક તાલુકામાં ડાયલિસિસ સેન્ટર અને કેન્સર જેવી ભયાવહ બીમારીના ઇલાજ માટે મહત્વપૂર્ણ કીમોથેરિપીની સુવિધા માટે જિલ્લા મથકે જ કીમોથેરેપી કેન્દ્રો શરૂ કરાયા છે.
ગુજરાતે તબીબી શિક્ષણને ખૂબ જ મહત્વ આપતા મેડિકલ કૉલેજો અને મેડિકલ સીટોમાં પણ સતત વધારો કર્યો છે. આજે ગુજરાતમાં એઈમ્સ અને બીજી હોસ્પિટલો મળી કુલ ૪૦ મેડિકલ કોલેજ કાર્યરત છે. આ કોલેજોમાં અભ્યાસ કરીને દર વર્ષે ૭૦૦૦થી વધુ ડોક્ટર રાજ્યના તબીબી ક્ષેત્રે સેવામાં જોડાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
