ઊર્જા મંત્રીએ DGVCL પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યુ!
વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ DGVCL ધરાસણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું.
વલસાડ જિલ્લાના ધરાસણા ગામ ખાતે ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ DGVCL ધરાસણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું. 400 કિમી વિસ્તારને આવરી લેતી DGVCLની આ પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ધરાસણા ખાતે વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઈએ કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ કચેરી દ્વારા આસપાસના ગામોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખૂબ સારી કામગીરી કરી રહી છે. તેથી દરેકે સાથે મળી ને દરેક સમસ્યાનો ઉકેલ લાવવો. કાંઠા વિસ્તારમાં ખારી હવાને કારણે વીજ કેબલોને નુકશાન થવાથી વીજ સમસ્યાઓ ઉદભવે છે, તેના ઉકેલ સ્વરૂપે હવે જુદા પ્રકારના કેબલ લગાવી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવશે.
લોકાર્પણ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ કે.સી.પટેલે ઉદબોધનમાં કહ્યું હતું કે, આ કચેરીની રચનાથી આંતલીયા અને ડુંગરી સબ સ્ટેશનથી છૂટા પડેલા આસપાસના વિસ્તારના અનેક ગામોને લાભ મળશે. કાંઠા વિસ્તારના ગામોના લોકોને પાવરકટ અને લોડ સેરિંગની સમસ્યા રહેતી હતી તે હવે દૂર થશે.
ધરાસણા પેટા વિભાગીય કચેરીના ૬૬ કે.વી.ના કુલ બે ઉંટડી અને ડુંગરી સબસ્ટેશન કાર્યરત છે જ્યારે ધોલાઈ સબસ્ટેશન ડિસેમ્બર સુધીમાં કાર્યરત થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
