ચૂંટણી પંચે દીવ - દમણ બેઠકને અતિ સંવેદનશીલ જાહેર કરી
ગાંધીનગર, 19 એપ્રિલ : ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે કેન્દ્ર શાસિત પ્રદેશની દીવ અને દમણ બેઠકને લોકસભા ચૂંટણી 2014માં અતિ સંવેદનશીલ જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણી દરમ્યાન લાંચ આપનાર અને લાંચ લેનાર સામે કડકાઇથી કામ લેવાશે.
દેશભરમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત, દમણ-દીવ અને દાદરા, નગર હવેલી સહિતના પંથકમાં આગામી 30 મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

દમણ અને દીવ બેઠક માટે મતદારોને પૈસા તથા લોભ-લાલચ આપી રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા વોટ ખરીદવાની પ્રથા ચાલી આવે છે. આ પ્રથાને નાબુદ કરવા માટે ચુંટણી પંચ દ્વારા અતિ સંવેદનશીલ ઘોષીત કરવામાં આવ્યા છે.
આ અંગે દીવ કલેકટર વિનોદ કાંબલેએ જણાવ્યું કે દીવ ખાતે 43 જેટલા બુથો પર બાજ નજર રખાશે તથા એ ઉપરાંત બે ફલાઇંગ સ્કવોડ તથા બે જેટલા સ્ટેટેસ્ટીકની ટીમ તૈનાત રખાઇ છે.
આવી જ રીતે દમણ કલેકટર રમેશ વર્મા પાસેથી મળતી માહીતી અનુસાર દમણના 199 બુથ ઉપર બારીકાઇથી નજર રખાશે. આ ઉપરાંત 6 ફલાઇંગ સ્કવોડ અને 4 જેટલા સ્ટેટેસ્ટીકની ટીમ ખડે પગે રહેશે.
આ બેઠક હંમેશા વોટ ખરીદીને જ પ્રતિનિધિઓ જીતતા આવ્યા હોવાનું કહેવાય છે. જેને પગલે ચૂંટણી કમિશ્નરે આ બેઠકને અતિ સંવેદનશીલ જાહેર કરી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
