સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ
સુરેન્દ્રનગરના 1500 કરોડના કથિત બેનામી જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પ્યૂન નીતિન આમાં સામેલ છે. અગાઉ આ જ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરાઈ હતી, જેણે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

EDએ 1500 કરોડના આ કૌભાંડ મામલે સસ્પેન્ડેડ IAS અધિકારી રાજેન્દ્ર પટેલના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ચેતન કણઝરીયા સહિત ત્રણ અન્ય વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં EDએ રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનો પર દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી.
EDની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુની લાંચ લેવાઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ ડિવાઇસ અને ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળેલી કેટલીક નોટ્સ દ્વારા કૌભાંડની પદ્ધતિ ઉજાગર થઈ છે. આ શીટ્સમાં 1 થી 68 નંબર સુધીના અરજદારોના નામ, માગેલી અને મળેલી લાંચની રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓમાં તેની વહેંચણીની વિગત હતી.
આ કૌભાંડ મુખ્યત્વે જમીનના હેતુફેર (CLU – Change of Land Use અથવા બિનખેતી – NA) અરજીઓ અંતર્ગત આચરવામાં આવતું હતું. લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરાતી અને અરજીઓના ઝડપી નિકાલ માટે "સ્પીડ મની" તરીકે વસૂલાતી હતી. આ રેકેટમાં જમીનના પ્રતિ ચોરસમીટર દીઠ લાંચની નિશ્ચિત રકમ નક્કી કરાઈ હતી.
EDના ઇનપુટ્સના આધારે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે. તપાસ દર્શાવે છે કે વચેટિયાઓ અને એજન્ટોના માધ્યમથી જમીનને ગેરકાયદેસર બિનખેતી કરાવવાનું એક સુસંગઠિત નેટવર્ક કાર્યરત હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
