ઉત્તરાયણ બાદ પક્ષીઓ અને લોકોની સુરક્ષા માટે હર્ષ સંઘવીની નમ્ર અપીલ, ‘લટકતી દોરી હટાવો, જીવ બચાવો’
Gujarat News: ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું, પરંતુ તહેવાર પૂરો થયા બાદ રસ્તાઓ, વૃક્ષો અને વીજળીના તાર પર લટકતી પતંગની દોરીઓ (માંજો) ચિંતાનો વિષય બને છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને એક અત્યંત મહત્વની અને માનવીય અપીલ કરી છે.

શું છે હર્ષ સંઘવીની સોશિયલ મીડિયા પોસ્ટ?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આશા છે કે સૌએ પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો ભરપૂર આનંદ માણ્યો હશે. પરંતુ, હવે સમય છે થોડી સાવચેતી રાખવાનો. તેમણે લોકોને વિનંતી કરી છે કે જ્યારે તમે પતંગ ચગાવીને ઘરે પરત ફરો અથવા બીજા દિવસે સવારે તમારા આસપાસના વિસ્તારમાં નજર કરો, ત્યારે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખો.
- ટેરેસ અને અગાસીની સફાઈ: પતંગબાજી બાદ અગાસીમાં પડેલી વધારાની દોરીના ગૂંચળા સલામત રીતે કચરાપેટીમાં નાખો.
- વૃક્ષો પર લટકતી દોરી: જો કોઈ વૃક્ષની ડાળીઓ પર દોરી લટકતી હોય તો તેને કાળજીપૂર્વક ઉતારી લો.
- વીજળીના પોલ: વીજળીના થાંભલા કે વાયરો પર ફસાયેલી દોરીઓ પક્ષીઓ માટે ફાંસો બની શકે છે, તેને હટાવવામાં સહકાર આપો.
આશા છે કે આજે તમે મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા હશો.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 14, 2026
મારી એક નમ્ર વિનંતી છે જ્યારે તમે ઘરે પરત ફરો, ત્યારે જો ટેરેસ,વૃક્ષો કે વીજ પોલ પર પતંગની દોરી લટકતી દેખાય, તો કૃપા કરીને તેને નીચે ઉતારીને સલામત જગ્યાએ રાખશો.
તમારું આ નાનું પગલું કોઈ પક્ષીનો જીવ બચાવી…
કેમ દોરી હટાવવી જરૂરી છે?
હર્ષ સંઘવીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, લટકતી દોરીઓ માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને નિર્દોષ રાહદારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણ પછી અનેક પક્ષીઓ આ જીવલેણ દોરીમાં ફસાઈને જીવ ગુમાવે છે અથવા અપંગ બને છે.
"તમારું એક નાનું પગલું કોઈ અબોલ પક્ષીનો જીવ બચાવી શકે છે અને મોટી દુર્ઘટના ટાળી શકે છે. કૃપા કરીને આ માનવતાના કાર્યમાં સહભાગી બનો." - હર્ષ સંઘવી
સુરક્ષા અને માનવતાનો સંદેશ
તહેવારનો આનંદ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેનાથી કોઈને નુકસાન ન થાય. હર્ષ સંઘવીની આ અપીલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ એકબીજાને દોરી સાફ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વહીવટી તંત્ર પણ પક્ષીઓના બચાવ માટે 'કરુણા અભિયાન' હેઠળ કાર્યરત છે, ત્યારે નાગરિકોનો આ નાનો સહયોગ મોટું પરિવર્તન લાવી શકે છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
