દારૂના નશામાં ડોક્ટરે ગર્ભવતી મહિલાની સર્જરી કરી, મૌત

મેડિકલ બેદરકારીનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ખરેખર ગુજરાતના બોટાદ જિલ્લામાં એક સિનિયર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

મેડિકલ બેદરકારીનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ખરેખર ગુજરાતના બોટાદ જિલ્લામાં એક સિનિયર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર પર આરોપ છે કે તેને દારૂના નશામાં એક ગર્ભવતી મહિલાની ડિલિવરી માટે સર્જરી કરી, જેમાં મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો. પરંતુ સર્જરીના થોડા કલાક પછી જ માતા અને નવજાત બાળક બંનેની હાલત ખરાબ થવા લાગી અને થોડા સમયમાં બંનેની મૌત થઇ ગઈ. આ મામલો સોમવાર રાતનો છે જેમાં પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે.

આરોપી ડોક્ટરની ઓળખ પરેશ લખાની તરીકે થઇ

આરોપી ડોક્ટરની ઓળખ પરેશ લખાની તરીકે થઇ

ટીઓઆઈમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર આરોપી ડોક્ટરની ઓળખ પરેશ લખાની તરીકે થઇ છે. તે સોનાવાલા હોસ્પિટલમાં રેજિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે છે. આરોપ છે કે ગુજરાતના સરકારી હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર પરેશ લખાનીએ ગર્ભવતી મહિલાની ડિલિવરી માટે સર્જરી કરી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે સર્જરી દરમિયાન તેઓ દારૂના નશામાં હતા. સર્જરીમાં મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો. પરંતુ સર્જરીના થોડા કલાક પછી જ માતા અને નવજાત બાળક બંનેની હાલત ખરાબ થવા લાગી અને થોડા સમયમાં બંનેની મૌત થઇ ગઈ.

બેદરકારીનો ચોંકાવનારો મામલો

બેદરકારીનો ચોંકાવનારો મામલો

ટીઓઆઈમાં છપાયેલી ખબર અનુસાર, ગઢડા તાલુકાના આલમપુર ગામની 22 વર્ષની કામિનીને તેના પરિવારે સોમવારની સાંજે સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરાવી. આ દરમિયાન લેબર દર્દ શરુ થવાને કારણે ડોક્ટર પરેશ લખાનીએ તેમનું ઓપરેશન કર્યું. સર્જરીના થોડા કલાકમાં મહિલાની તબિયત બગડવા લાગી. ત્યારપછી પરિજનો કામિનીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં જોડાઈ ગયા. પરંતુ રસ્તામાં જ મહિલાની મૌત થઇ ગઈ.

પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી

પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી

હાલમાં મહિલાના પરિજનો ઘ્વારા ફરિયાદ કરવા પર પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. જાંચમાં આરોપી ડોક્ટર નશામાં હતો તેની પુષ્ટિ થઇ છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ડોક્ટરની બેદરકારીને કારણે મૌત થઇ કે પછી મહિલાની મૌત માટે કોઈ બીજી જ કારણ જવાબદાર છે. આપને જણાવી દઈએ કે 50 વર્ષના પરેશ લખાની છેલ્લા 15 વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. આખા મામલે જિલ્લા સ્વાસ્થ અધિકારી ઘ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X