Trump In India: ટ્રમ્પ, મિલાનિયાએ સાબરમતી આશ્રમમાં ચરખો ચલાવ્યો, વિજિટર બુકમાં લખ્યો આ મેસેજ
Trump In India: ટ્રમ્પ, મિલાનિયાએ સાબરમતી આશ્રમમાં ચરખો ચલાવ્યો, વિજિટર બુકમાં લખ્યો આ મેસેજ
અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારતના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. અમેરિકી પ્રેસિડેન્ટે આ પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી. આજે સવારે 11.40 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મિલાનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ ડેરેડ કુશનરી પણ ભારતના પ્રવાસ પર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચરખો પણ ચલાવ્યો હતો.

અહીં પર પીએમ મોદીએ ખુદ તેમને ચરખા વિશે જણાવ્યું હતું. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મિલાનિયાએ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. જે બાદ ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિજિટર બુક પર પોતાનો સંદેશ લખ્યો. ટ્રમ્પે પોતાના સંદેશમાં લખ્યું, મારા સારા મિત્ર પીએમ મોદી, આ શાનદાર પ્રવાસ માટે ધન્યવાદ.
સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ જણાવ્યું કે અમેરિકાના પ્રેસિડેન્ટને મહાત્મા ગાંધીની આત્મકથાન, એક ચરખો અને 3 વાંદરાની પ્રતિમા ભેટ આપી છે. સાબરમતી આશ્રમથી ટ્રમ્પનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને અહીં બંને નેતાઓએ સવા લાખ જનતાને સંબોધિત કર્યા. નમસ્તે કાર્યક્રમ સમાપ્ત કર્યા બાદ હવે ટ્રમ્પ આગરા જવા રવાના થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
