માછીમાર બોટધારકોને કેરોસીન સહાયામાં ડબલ કરવામા કરવાામાં આવી
રાજયના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય ય
રાજયના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.૨૫/- લેખે પ્રતિ માસ મહત્તમ ૧૫૦ લીટર તથા વાર્ષિક ૧૪૭૨ લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી.તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.રપ/- થી વધારી રૂ.૫૦/-કરવામાં આવી છે.તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે ૪૦૦૦ જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક ફાયદો થશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવાયું છે.

આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા.હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે.જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ આપવામાં આવી છે.જેના પરિણામે ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે.જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.
આ ઉપરાંત વર્ષ.૨૦૧૬.૧૭ થી વર્ષ.૨૦૨૦.૨૧ સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે કુલ- ૧૨૮૭ લાભાર્થીઓને રૂ.૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.૭,૭૨,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) રાજય સરકાર ધ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેમાં ચાર કેટેગરીમાં ક્રમશઃ ૫૦૦૦ લીટર, ૬૦૦૦લીટર, ૭૦૦૦ લીટર તથા ૮૦૦૦ લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં ૧ થી ૪૪ હોર્ષ પાવરની બોટોને ૧૩,૦૦૦ લીટરને સ્થાને ૧૮,૦૦૦, બીજી કેટેગરીમાં ૪૫ થી ૭૪ હોર્ષ પાવરની બોટોને ૧૮,૦૦૦ લીટરને સ્થાને ૨૪,૦૦૦,ત્રીજી કેટેગરીમાં ૭૫ થી ૧૦૦ હોર્ષ પાવરની બોટોને ૨૩,૦૦૦ લીટરને સ્થાને ૩૦,૦૦૦ અને ચોથી કેટેગરીમાં ૧૦૧ અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને ૨૬૦૦૦ લીટરને સ્થાને ૩૪૦૦૦વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે ૧૦,૦૦૦ જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
