ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓને તિરંગાનું વિતરણ
ભારતની આઝાદીના ૭૫માંવર્ષની ઉજવણી સંદર્ભે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવા કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરં
ભારતની આઝાદીના ૭૫માંવર્ષની ઉજવણી સંદર્ભે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવા કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીશ્રીઓ પોતાના ઘરે માન-સન્માન સાથે તિરંગો લહેરાવી શકે તે હેતુસર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે, દેશના દરેક નાગરિક સરળતાથી રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફ્લેગ કોડમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ધ્વજ ફરકાવવાની છૂટ હતી જયારે હવે રાત્રે પણ ધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો અનુસાર, હવે ધ્વજ ફરકાવવા માટે કોઈ સમયનું બંધન નથી. આ ઉપરાંત અત્યાર સુધી પોલિએસ્ટર કાપડથી બનેલા ધ્વજ પર પ્રતિબંધ હતો. નવા નિયમો હેઠળ હવે મશીનથી બનેલા કોટન, પોલિએસ્ટર, વૂલન અને સિલ્કના રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકાશે. તેમજ હવે હાથથી બનેલા અને મશીનથી બનેલા ધ્વજ ફરકાવી શકાશે.
આ કાર્યક્રમમાં વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી આદર સહ તિરંગાનો સ્વિકાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
