સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માનવીની ફરિયાદો, રજૂઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી ત્વરાએ નિરાકરણ લાવવા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

આવા રજૂઆત કર્તાઓએ પોતાની રાવ-ફરિયાદ લઇને ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમસ્યાનું યોગ્ય નિવારણ થઇ જાય તેવી અપેક્ષા તેમણે સ્વાગત ઓનલાઇનના રાજ્યકક્ષાના સ્વાગત દરમ્યાન વ્યક્ત કરી હતી.
નાગરિકો, પ્રજાવર્ગોની રજૂઆતો, ફરિયાદોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવા માટે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇનના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા.
ગુજરાતને ફાળવાયેલા ૨૦૨૨ની બેચના ૯ પ્રોબ્રેશનરી આઇ.એ.એસ યુવા અધિકારીઓ આજે મુખ્યમંત્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો જે પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા તે જોઈને અને સમજીને તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી.
દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતના આ ઉપક્રમમાં આ ગુરૂવાર તા.રર મી જૂને ૧ર જેટલી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ વિવિધ જિલ્લાના રજૂઆત કર્તાઓએ કરી હતી. લઘુ અને નાના ઉદ્યોગકારો, પિયત સહકારી મંડળીઓ, ગેરકાયદે દબાણ વગેરેની સમસ્યાનું ત્વરાએ સમાધાન થાય તે માટેના દિશાનિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો સહિત જે જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર પહોંચી છે ત્યાં થયેલી નુકશાનીનો પ્રાથમિક સર્વે ઝડપભેર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. એટલું જ નહિ, વરસાદ અને ચોમાસાની સ્થિતી પૂર્વેના આગોતરા આયોજન અંગે પણ તેમણે જિલ્લાના કલેક્ટરઓ સાથે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય સ્વાગતમાં રજૂ થયેલી ૧ર અને જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની મળીને જૂન મહિના દરમ્યાન ૬૪૪૧ રજૂઆતો મળી હતી તે પૈકીની પપર૬ રજૂઆતોનો સંબંધિત તંત્રવાહકો દ્વારા નિકાલ કરી દેવાયો છે.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
