દેવભૂમિ દ્વારકા: ગુંદા ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ કર્યું આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે રૂપિયા 117 લાખના ખર્ચે નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું વન અને પ્રવાસન મંત્રી મુળુ બેરા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂપિયા 100 લાખના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા વેક્સિન સ્ટોરનું મંત્રી દ્વારા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની ચીવટપૂર્વક કાળજી લઈ રહી છે. અહીં આજે લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે.

આ તકે સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તમામ નાગરિકોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે. અદ્યતન સુવિધાથી સજજ આરોગ્ય કેન્દ્ર બની રહ્યા છે. દર્દીઓને સારી સારવાર મળી રહે, તે માટે આરોગ્ય વિભાગના સ્ટાફને કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ચાવડા, જિલ્લા પંચાયતના લુણાભા સુમાણીયા, અગ્રણી પી. એસ. જાડેજા, વી. ડી. મોરી, વનરાજભા માણેક, હિતેશ પિંડારિયા, ગોવિંદ કનારા, દેવશી કરમૂર, જયશ્રીબહેન, મગનભાઇ, ભરતભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
