GI-ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ
Desi Kharek of Kutch: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્ડિકકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે.
કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં, તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે. રાજ્યના 24 ટકા વિસ્તારને આવરી લેતો કચ્છ જિલ્લો રાજયમાં સૌથી મોટો છે. કચ્છ શુષ્ક પ્રદેશ છે, કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે, આમ છતાં તેમાં સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે.

મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના અથાક પરિશ્રમ, સરકારના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે. કચ્છ જિલ્લો વર્ષ 2023-24માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે.
મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં 19251 હેક્ટર વિસ્તારમાં 182884 મેટ્રીક ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે, કચ્છી ખારેક સુકા મેવાનું સન્માન થયુ છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થઇ તે કચ્છની દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્ડિતકેશનની માન્યતા મળી છે.
કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે, તેવી દ્રઢ આશા બંધાઇ છે. આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ-ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છ્ની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યકતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા.
મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હેઠળની ચેન્નઇ સ્થિત ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્ડા ટ્રેડ-માર્ક્સ તરફથી આ માન્યરતા અપાઈ છે. 425 વર્ષ પહેલાં કચ્છમાં પહેલી-વહેલી ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.
ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે, જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે.
ગુજરાત સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી ખારેકનું ઉત્પાદન કરશે અને જીઆઇ ટેગના કારણે ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે, અને કચ્છના ખેડૂતો વધુ સમૃદ્ધ થશે તેમ રાઘવજીએ ઉમેર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
