ભારે વરસાદને કારણે રાજ્યના 950 MSMEs ઉદ્યોગને નુકસાન, 368 કરોડના રાહત પેકેજની માંગ
relief package: ગુજરાતમાં આ સિઝનમાં ચોમાસુ ખૂબ સારુ રહ્યું અને રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાન થયુ છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 950 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને નુકસાન થયું છે.
MSME સેક્ટરમાં થયેલા નુકસાનને કારણે હવે ઉદ્યોગકારો રાહત પેકેજ માંગી રહ્યા છે, જેથી આ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 368.11 કરોડ રૂપિયાનું રાહત પેકેજ માંગ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
સાંસદ પરિમલ નથવાણીએ કર્યો પ્રશ્ન
સાંસદ પરિમલ નથવાણીએ પ્રશ્ન કર્યો હતો કે, ઔદ્યોગિક વસાહતોમાં વરસાદને કારણે કેટલા ઔદ્યોગિક એકમો ડૂબી ગયા અને સરકારને નુકસાન માટે રાહત કે વળતર માટે કોઈ વિનંતી મળી છે કે કેમ?

958 ઔદ્યોગિક એકમોને નુકસાન
25 નવેમ્બરના રોજ ચાલી રહેલા સંસદ સત્રના તેમના લેખિત જવાબમાં કેન્દ્રીય MSME રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ, આ ચોમાસામાં ભારે વરસાદને કારણે 958 ઔદ્યોગિક એકમોને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાહત પેકેજની માંગણી
મંત્રીએ તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાંથી મળેલી રજૂઆતોએ ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા ઉત્પાદન નુકસાન માટે 36,811 લાખ રૂપિયાની રાહત અથવા વળતરની માંગણી કરી છે."
વડોદરા જિલ્લામાં વ્યાપક નુકસાન
રાજ્યના વિવિધ ભાગોમાં વ્યાપક વરસાદ થયો છે, જેમાં વડોદરા જિલ્લામાં MSME સૌથી વધુ અસરગ્રસ્ત છે. સપ્ટેમ્બરમાં ગુજરાત સરકારે જિલ્લામાં MSMEs માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેને વ્યાપક વરસાદને પગલે ભારે પૂરને કારણે નુકસાન થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
