નિસર્ગ વાવાઝોડુઃ NDMAના અધિકારીઓ સાથે અમિત શાહે કરી બેઠક, મહારાષ્ટ્ર- ગુજરાતમાં NDRFની ટીમો તૈનાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરી છે. 3 જૂને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના જોખમને પહોંચી વળવા માટેની તૈયારીઓ માટે ગૃહમંત્રીએ માહિતી લીધી છે. વાવાઝોડુ નિસર્ગના મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારોમાં 3 જૂને ટકરાવાનુ અનુમાન છે.

ગુજરાત રાજ્યમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત
એનડીઆરએફ તરફથી જણાવવામાં આવ્યુ છે કે અરબ સાગરમાં વાવાઝોડા નિસર્ગના ખતરાને જોતા એનડીઆરએફની 10 ટીમો મહારાષ્ટ્રમાં તૈનાત કરી દેવામાં આવી છે. આમાં 3 મુંબઈમાં અને 2 પાલઘરમાં છે. ઠાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં એક-એક ટીમ છે. વળી, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

ત્રણ જૂને વાવાઝોડુ નિસર્ગ ટકરાશે
ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે પૂર્વ-મધ્ય અરબ સાગર અને લક્ષદ્વીપ ક્ષેત્ર પાસે ભારતના પૂર્વ તટ પર એક ચક્રવાતી તોફાન આકાર લઈ રહ્યુ છે. 1 જૂન સુધી ચક્રવાત પણજી(ગોવા)થી લગભગ 360 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, મુંબઈથી 670 કિમી દક્ષિણ-પશ્ચિમ (મહારાષ્ટ્ર) અને સુરત(ગુજરાત)થી 900 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણ જૂને વાવાઝોડુ નિસર્ગ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર અને દમણ વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટોને પાર કરશે.

હવાની ગતિ 90-100 કિમી પ્રતિ કલાક થશે
3 જૂન સુધી, હવાની ગતિ મહારાષ્ટ્ર અને ગુજરાતના તટો સાથે પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં 90-100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે જે વધીને 110 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે. ચાર જૂન સુધી વાવાઝોડુ નબળુ પડી જશે અને હવાની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી રહી જશે. આ વાવાઝોડાને કારણે 3 જૂનથી કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ 3-4 જૂન વચ્ચે ભારે વરસાદ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
