Cyclone Biparjoy: ગુજરાત પર વાવાઝોડા 'બિપરજોય'નુ સંકટ, તંત્ર એલર્ટ, દરિયામાં કરંટ વધતા 2 નંબરનુ સિગ્નલ લગાવાયુ
Cyclone Biparjoy: અરબ સાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન આજે વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે 'બિપરજોય' નામ આપ્યુ છે.
વાવાઝોડાના સંકટ દરમિયાન ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે જૂનાગઢના માંગરોળ દરિયા કિનારા સહિત તમામ બંદરે બે નંબરનુ સિગ્નલ આપવામાં આવ્યુ છે.

વાવાઝોડાના તોળાઈ રહેલા સંકટ વચ્ચે દરિયામાં મોજા ઉછળી રહ્યા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 9 અને 10 જૂને ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાફરાબાદ પીપાવા પોર્ટ પર દરિયા તોફાની બનવાની સંભાવનાને પગલે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે, વાવાઝોડુ 12-13 જૂન સુધીમાં ઓમાન બાજુ ફંટાવાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે 'બિપરજોય' વાવાઝોડુ 4 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. હાલમાં તે પોરબંદરથી આશરે 1130 કિમી, ગોવાથી 920 કિમી, દક્ષિણ-પશ્ચિમ તરફ મુંબઈથી 1050 કિમી દૂર છે.
બિપરજોય વાવાઝોડાની અસર ભારતના પશ્ચિમ કાંઠે થશે. આ વાવાઝોડાના કારણે 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી 90 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વળી, ચોમાસુ પણ 15 જૂન સુધી ખેંચાઈ શકવાની સંભાવના છે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ.
દરિયામાં 1થી 12 નંબરના સિગ્નલ શું સૂચવે છે
1 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 1થી 5 કિમી હોય ત્યારે લગાવાય, વાવાઝોડાની ચેતવણી આપે.
2 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 6થી 12 કિમી હોય ત્યારે લગાવાય. માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે.
3 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 13થી 20 કિમી હોય ત્યારે લગાવાય. સપાટીવાળા પવનના કારણે બંદર પર ભય.
4 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 21થી 29 કિમી હોય ત્યારે લગાવાય. બંદર પર સાવચેતીના પગલાં લેવા પડે તેવો ભય નહિ.
5 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 30થી 39 કિમી હોય ત્યારે લગાવાય. સામાન્ય વાવાઝોડુ, કિનારા પસાર કરી બંદરમાં ભારે પવન ફૂંકાવાનો સંકેત.
6 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 40થી 49 કિમી હોય ત્યારે લગાવાય. સામાન્ય વાવાઝોડુ, બંદર પર ભારે પવનનો સંકેત.
7 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 50થી 61 કિમી હોય ત્યારે લગાવાય. બંદર પરથી પસાર થાય, ભારે પવન ફૂંકાય.
8 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 62થી 74 કિમી હોય ત્યારે લગાવાય. ભારે વાવાઝોડુ, તોફાની પવનના સંકેત.
9 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 75થી 88 કિમી હોય ત્યારે લગાવાય. જોરદાર વાવાઝોડુ, તોફાની પવનના સંકેત.
10 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 89થી 102 કિમી હોય ત્યારે લગાવાય. ભારે વાવાઝોડુ, તોફાની પવનના સંકેત.
11 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 103થી 118 કિમી હોય ત્યારે લગાવાય. અત્યંત ભયજનક, ખૂબ ખરાબ હવામાન.
12 નંબરનુ સિગ્રલ - પવનની ગતિ 119થી 220 કિમી હોય ત્યારે લગાવાય.












Click it and Unblock the Notifications
