Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે અનરાધાર વરસાદ, આજે પણ અતિ ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં રેડ એલર્ટ
Cyclone Biparjoy: વાવાઝોડા બિપરજોયને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ માંડવીમાં 8.5 ઈંચ વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. માંડવીમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. બનાસકાંઠામાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે.

આજે પણ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં ડીસા, પાલનપુર, અંબાજી, સૂઈગામ, નડાબેટમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમુક ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ 18, 19 અને 20 તારીખ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે. 18મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે 19 અને 20 જૂને દાહોદ, પંચમહાલ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
