ગુજરાતથી પોતાના ઘરે જવા માંગતા પ્રવાસી મજૂરોનુ પ્રદર્શન, 50-60ની ધરપકડ
શનિવારે સુરતમાં પ્રવાસી મજૂરોએ પોતાના રાજ્યમાં પાછા જવાની માંગ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ.
ગુજરાતના વિવિધ શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતપોતાના રાજ્યો તરફ જઈ રહ્યા છે. સરકાર તેમને ઘરે પહોંચાડવા માટે બસ અને ટ્રેન ચલાવી રહી છે. સુરત-જામનગર જેવા ઘણા શહેરો છે જ્યાંથી હજુ પણ પ્રવાસીઓની વાપસી થઈ શકી નથી. અન્ય મુદ્દાઓ વચ્ચે શનિવારે સુરતમાં પ્રવાસી મજૂરોએ પોતાના રાજ્યમાં પાછા જવાની માંગ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ. દર વખતની જેમ પોલિસે બળપ્રયોગ કરીને ભીડને વિખેરી દીધી. ઘણી જગ્યાએ ઝડપ પણ થઈ.

સુરતના જોઈન્ટ પોલિસ કમિશ્નર ડી એન પટેલે કહ્યુ કે આજે સવારે લગભગ 8 વાગે 500થી 1000 લોકો અહીં ભેગા થયા અને તેમણે ખુદ પોતાના રાજ્યોમાં પાછા મોકલવાની માંગ કરી. ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને સોશિયલ ડિસ્ટંસીંગનુ ઉલ્લંઘન થયુ. અમે યોગ્ય બળ પ્રયોગ કર્યો. લગભગ 55-60 લોકોની ધરપકડ કરી. 50-60 લોકોને કસ્ટજીમાં પણ લઈ લેવામાં આવ્યા.
સુરતમાં આ પહેલા પણ હજારો મજૂરો ઘર વાપસી માટે પ્રદર્શન કરી ચૂક્યા છે. અહીં ડાયમંડ બુશમાં લૉકડાઉન 2.0ના 14મા દિવસે પ્રવાસી મજૂરોએ પોતાની માંગ માટે હોબાળો કર્યો. મજૂરોએ આરોપ લગાવ્યો કે લૉકડાઉનમાં પણ તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યુ છે. તેમણે ખુદને ગામ અને કસ્બમાં પાછા મોકલવાની માંગ માટે ઓફિસ પર પણ પત્થરમારો કર્યો. પછી પોલિ તેમની પાસે પહોંચી અને સમજાવવામાં લાગી ગઈ. તેમણે જણાવ્યુ કે મજૂરોને પગાર નથી મળી રહ્યો. તેમને ખાવાપીવાની તેમજ રહેવાની મુશ્કેલીઓ પડી રહી છે.












Click it and Unblock the Notifications
