બળાત્કાર ન કરી શક્યો તો કરી નાંખી હત્યા, પ્રિન્સિપાલે લજવ્યું સરસ્વતીનું મંદિર
ગુજરાતમાં બળાત્કારના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. બળાત્કારનો કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે, જ્યા એક શાળાના આચાર્યએ શિક્ષાના મંદિરને લજવ્યું હતું. પીડિત છોકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેની સાથે આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, દાહોદમાં બે દિવસ પહેલા પ્રાથમિક શાળાની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ છોકરી પ્રથમ ધોરણમાં ભણતી હતી. પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ શાળાના આચાર્યની ધરપકડ કરી હતી.
શાળાના આચાર્ય દ્વારા બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જ્યારે બાળકીએ બળાત્કારનો વિરોધ કર્યો તો આચાર્ય દ્વારા તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ બાળકીની લાશને પોતાની કારમાં રાખી દીધી. જે બાદ આચાર્યે બાળકીની લાશ શાળાના પાછળના ભાગમાં ફેંકી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દાહોદના સીંગવડની તૌરાની પ્રાથમિક શાળાની છે. આ કેસમાં આરોપી પ્રિન્સિપાલની ઓળખ ગોવિંદ નાટ છે. આ બાળકી સીંગવડ તાલુકાના પીપળીયા ગામની રહેવાસી હતી. છોકરી છ વર્ષની હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
