Crime News : કચ્છના લુના બેટથી BSFને મળ્યા ચરસના 10 પેકેટ
Crime News : કચ્છ જિલ્લામાં આવેલા જખૌ વિસ્તારના લુના બેટથી બોર્ડર સિક્યુરિટી ફોર્સને એક પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ ઘટના અંગે બીએસએફના એક અધિકારીએ જાણકારી આપી હતી.
લુના બેટ કચ્છના જખૌ બંદરથી પાંચ કિમી આવેલો છે. બીએસએફના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા ચરસના પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' છપાયેલું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ પેકેટ પાકિસ્તાન તરફથી નીકળીને ભારતીય કિનારે પહોંચી ગયા હશે. ઉલ્લેખનીય છે કે, મે 2020 થી, BSF તેમજ કસ્ટમ્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ જખૌ કાંઠા અને તેની નજીકના ખાડી વિસ્તારમાંથી ચરસના 1,548 છોડેલા પેકેટો જપ્ત કર્યા છે.
ગયા વર્ષે, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા શંકાસ્પદ ચરસના 59 પેકેટ મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૂનાગઢના માંગરોળ અને પોરબંદરના માધવપુરમાંથી શંકાસ્પદ ચરસ ધરાવતા કોફીના પેકેટ મળી આવ્યા હતા.
જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) ને માંગરોળમાં કેટલાક પેકેટ તરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં શોધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. દરેક પેકેટનું વજન એક કિલો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
