ગુજરાતના રમતવીરોના પ્રદાને રાજ્યને વૈશ્વિક ઓળખ આપી: અર્જુનસિંહ ચૌહાણ

પાટણ ખાતે રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો.

પાટણ ખાતે રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજીત આજના આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Arjun Singh Chauhan

29 સપ્ટેમ્બરથી જ્યારે નેશનલ ગેમ્સનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે વિવિધ જિલ્લામાં અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પાટણ ખાતે આયોજીત ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમના અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, રમતગમત ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ ઝળહળ્યુ છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત સાથે રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેની પુરા વિશ્વમાં નોંધ લેવાઈ છે. ગુજરાતના રમતવીરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને આજે આખુ વિશ્વ નિહાળી રહ્યુ છે. ગુજરાતમાં અનેક એવા ખેલાડીઓ છે કે જેઓએ વિવિધ રમતોમાં વિશ્વસ્તરે નામના મેળવીને દેશનું નામ રોશન કર્યુ છે. 29મી સપ્ટેમ્બરથી જ્યારે 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાટણના રમતવીરો પણ આગળ આવે અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવું છુ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. 7 વર્ષ બાદ ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પૂરજોશમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં દેશ-વિદેશથી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાત પધારશે. ગુજરાતમાં 17 સ્થળોએ કુલ 36 જેટલી રમતોની સ્પર્ધા યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X